Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ilaben Joshi

Inspirational

4  

ilaben Joshi

Inspirational

મૈત્રી

મૈત્રી

1 min
374


કોણે રત્ન સમા શબ્દ અક્ષરો બે સુવર્ણ શા 

મૈત્રીને મિત્રના સ્વાગો અલંકાર સમા દિસે 


લતાને વૃક્ષની મૈત્રી ચંદ્રને શશીની યથા 

સૂર્યને કમલે જેમ જલને પદ્મની સમી 

  

મિત્રનાં મધુરાં વેણે અર્પતુ કાનમાં અમી 

વાક્યને અર્થની જેમ મિત્રની મિત્રતા દિસે 


જીવન પુષ્પશુ શોભે સૌરભ પ્રસરે બધે

મિત્રથી ધન્ય છે જીવ્યું મિત્રથી ધન્ય આયખું


સન્મિત્રથી સદા વૃદ્ધિ વિશ્વમાં થાય કિર્તિની

ખયાતિની ભાસતી ભારે સમુદ્રે ભરતી યથા


મિત્રોની મિત્રતા હિન દિપ જેમ ઘૃતે હટે

નિસ્તેજ જિંદગી તેની શ્રદ્ધા દિપ વિહિન શી


આદર્શ મિત્રની પ્રાપ્તિ ઈશ્વરની કૃપા થકી 

સુમૈત્રી મિત્રતા પ્રેરે સદબુદ્ધિ ને વધારતી 


ભર્ગને પ્રેરવા માટે મિત્રની મિત્રતા કરો 

બુદ્ધિની વૃદ્ધિની માટે મિત્રની મિત્રતા કરો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational