માવતરની ચાહ
માવતરની ચાહ
આગમનથી આમ તારાં શું ખુશાલી,
માવતરની ચાહ જો સૌથી વહાલી.
આ ધરા જોતી એ તૃપ્તિની વાટ જો,
વ્હાલથી તારાં ભરી દીધી એ પ્યાલી.,
જોને ઈચ્છાઓ સદા કોરાણે મૂકીને,
શે મુક્તિની આમ આપી'તી બહાલી ?
પુત્ર તણાં આ મોહથી જો અંધ બન્યા,
આ પુત્રી શાથી બની થોડી નમાલી ?
જો ખુશીઓના એ વાવડ 'સહજ 'આવ્યાં,
આમ બન્યા શાને ઈશ્વર જો ટપાલી !
