STORYMIRROR

Nirali Patel

Inspirational Others

4  

Nirali Patel

Inspirational Others

માટીની ફોરમ

માટીની ફોરમ

1 min
363

શહેરની ભાગદોડમાં,

ગામડાની માટી ઢંકાઈ જાય,

દુનિયામાં ક્યાંક ખૂણો,

તો ક્યાંક માટી પથરાઈ જાય.


આખુ આયખું પૂરું થાય,

તોય ધરતી ક્યાંય પોકારતી જાય,

મારા ગામડાની માટીની સુગંધ,

અને લીલીછમ ઉભરાતી જાય.


શહેરની નોટો અને નેતાના વોટો,

ઘરે ઘરે ફરતા જાય,

મારા ગામડાની ધરતીમાં,

તો ઘેલો થઇ હરખ ના માય.


દિલ્લીની બિલ્લી કરતા,

મારાં ગામડાની ગાયો, ભેંશો

મોર, કોયલ, ને કાબર,

તો જાણે કળા કરતા જાય.


શહેરના ભૂંગડામાં,

ગામડાની બૂમો ક્યાં સંભળાય,

મારાં ગામડામાં તો,

મારી ધરતી માંનો જય થાય.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational