માટી
માટી


ધાર્યું કશું કોઈને પણ કયાં અહીં મળે છે,
શમણું કોઈ રેાજેરોજ મને બહુ છળે છે,
ઈચ્છા બધી છે જાણે દરિયાના કોઈ મોજા,
પાછી તે પણ કિનારે આવીને ત્યાં વળે છે,
રાખ્યો મેં પણ એ દાવાનળ સળગતો જ અંદર,
અરમાનની ચિતા મારા રોજ જયાં બળે છે,
મળશે કશું નહીં ભાગ્યથી વિશેષ અહીંયાં,
સૌ કોઈ નસીબ પોતે પોતાનુ અહીં રળે છે,
આ માનવી સમાશે માટી બની ધરામાં,
તો પણ કોઈ જ માણસ માણસમાં ના ભળે છે.