STORYMIRROR

Heena Pandya (ખુશી)

Inspirational Others

4  

Heena Pandya (ખુશી)

Inspirational Others

માતૃભાષા

માતૃભાષા

1 min
755


શ્વાસમાં જેને ભરીને ચાહતી પણ હું કરું,

એ જ ગુજરાતી ફરીથી ફાલતી પણ હું કરું.


દોઢડાહ્યા છે બધા એવાં જે અંગ્રેજી તરફ,

કાન પકડી એમની જો ચાલતી પણ હું કરું.


સાંભળે છે ગીત કેવાં શુષ્ક સઘળી લાગણી,

વ્હાલ ભીની મીઠડી જો લાગતી પણ હું કરું.


મા સમી છે માતૃભાષા સૌ હૃદયમાં ગૂંથવી,

આ પ્રજાને હાથ એનો ઝાલતી પણ હું કરું.


પ્રેમ એણે તો પરોવ્યો શબ્દમાં એવો કશે,

વાત આખી એ સમજમાં આવતી પણ હું કરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational