STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

માથું નમાવીને...

માથું નમાવીને...

1 min
27K


ઘણાની જિંદગી બદલાઇ ગઇ માથું નમાવીને,

ઘણાની જિંદગી બરબાદ થઇ માથું ઉઠાવીને.


જીવનના મોહમાં આવી હસી શકતો નથી માનવ,

કરી દે જિંદગી તારી સફળ સૌને હસાવીને.


જીવન આપ્યું તને તો ઈશ્વરે સૌની મદદ કરવા,

કદી ખુશ નહિ તું રે'શે અન્યના દિલને દુભાવીને.


હતો ખુશ કેટલો તું વ્યર્થ ઈચ્છાઓને મારીને,

હવે થઇ ગ્યો દુખી તું વ્યર્થ ઈચ્છાને જગાવીને.


તું લેતો શ્વાસ પ્હેલા શુધ્ધ તારી જિંદગીમાંહે,

થઈ ગ્યો છે હવે ખુદ તું દુખી વૃક્ષો કપાવીને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational