માતાના ઉપકારો
માતાના ઉપકારો
અનંત છે ઉપકારો માતાના અનંત છે ઉપકારો
કોઈ ના ચૂકવી શકે એ ઉપકારો માતાના અનંત છે ઉપકારો,
નવ નવ માસ તને ઉદરમાં સાચવ્યો
પીડાની પોટલીને બાંધી માતાના અનંત છે ઉપકારો,
બાળપણમાં તુજને ખુબ રમાડ્યો
પોતે ભૂખી રહી તને જમાડ્યો માતાના અનંત છે ઉપકારો,
ભણીગણીને તને આગળ વધાર્યો
પ્રગતિના પુષ્પો ખીલવ્યા માતાના અનંત છે ઉપકારો,
સમજ ને શિસ્ત શીખવી સંસ્કારી બનાવ્યો
મહેનતની દુનિયા બતાવી માતાના અનંત છે ઉપકારો,
જીવનના બધા રસ્તા બતાવ્યા
સાથે સાથે રહીને દુઃખોને ટાળ્યા માતાના અનંત છે ઉપકારો.
