માતા
માતા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
માતૃત્વથી સર્જન શક્તિ નીખરી
બાળકોમાં સંસ્કાર સીંચતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...
ઘરમાં વસંતની બહાર ખીલવતી
નાના મોટા સૌની કાળજી રાખતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...
સૈનિક બની દેશની રક્ષા કરતી
મનનો સંકલ્પ પૂરો કરતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...
કુશળ ગૃહિણી ને વિરાંગના હો
માતા સદા સિધ્ધિ મેળવતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...
ગામડાની તુલસી શહેરની જાસવંતી
માતા બધા આંગણા શોભાવતી
સંસારને પૂર્ણ બનાવતી...
ડોકટર બની માનવતા દીપાવતી
નૃત્યાંગના બની સંસ્કૃતિ જાળવતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...
માઉન્ટ એવરેસ્ટ હોય કે અંતરિક્ષ
સદા અવ્વલ નંબર લાવતી
નારી સંસારને પૂર્ણ બનાવતી...