Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shukla

Inspirational

4  

Nisha Shukla

Inspirational

માતા-પિતા-માવતર

માતા-પિતા-માવતર

1 min
274

પિતા, દૂરથી જોયું, તો સૂર્યનો ધગધગતો ગોળો,

સમીપ જોયું, તો મીણનો

પીગળતો ખોળો !

સ્વ-હસ્તિનું કરી બલિદાન,

ભેખ માતાએ લીધી'તો,

અંજલિ જેટલું કરી આચમન, ખોબલે ખોબો ભર્યો 'તો !

સંતાનોના સુખમાં,

માવતરનું સુખ સમાયું'તું,

ભાગદોડ જિંદગીમાં, બંનેનું સુખ અટવાયું'તું !

સંતાનોને કાજે, તાપ આજીવન સહ્યો'તો,

સંતાનો કાજે આજીવન,

સંબંધોનો પાક લણ્યો'તો

અગણિત બિંદુ મહાસાગરના, ઉરમાં સમાવ્યા'તા,

ઘાટઘાટનાં પી ને પાણી,

અનુભવો ધરબાવ્યા'તા !

કરવા પગભર, જીવનમંત્રમાં સમાયા'તા,

સંસારના સમયચક્રમાં અટવાયા'તા !

આવા બહુમુખી માત-પિતા, પાલનહાર હતા,

સંતાનો કાજે માવતર,

સર્જનહાર હતા !

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational