STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

મારું ઉદાસ મુખડું મલકાય છે

મારું ઉદાસ મુખડું મલકાય છે

1 min
398

તારી એક ઝલક જોઈ કવિતા લખાય છે,

તારા આગમને ઉદાસ મુખડું મલકાય છે.


તારો હસતો નૂરાની સુંદર ચહેરો જોઈને,

મારા હૈયે તારા માટે ખૂબ પ્રેમ છલકાય છે.


આ તારું આગમન થાય મારા આંગણે,

આ મારી ઉદાસી પણ ખુશીમાં ફેરવાય છે.


તારા અદભુત રૂપની આખી દુનિયા દીવાની,

આ તારું ચુંબકીય રૂપ મહેફિલમાં ચર્ચાય છે.


તારા પ્રેમમાં કોણ જાણે કેવી તાકાત છે !

મારા રોમે રોમમાં એ ખુશ્બુ બની છવાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance