મારું મન મોહી ગયું
મારું મન મોહી ગયું
તારા સાથે નજર મળીને તારામાં મારું મન મોહી ગયું,
તારા સાથે વિચારો શું વહેંચ્યા લાગણીનું બંધન બંધાઈ ગયું,
તારા સિવાય ન અન્ય કોઈ સાથ હવે પસંદ છે આ દિલને,
તારા સાથે મારું જન્મોજન્મનું બંધન બંધાઈ ગયું,
તારા સાથ સિવાય ન કોઈ જગ્યા સુરક્ષિત છે મારા માટે,
તારા સાથમાં મળતું માનથી આ હૃદય ખુશીઓથી ભરાઈ ગયું,
તારા સાથમાં ખુશીની એક ક્ષણ પણ લાગે હજારો ક્ષણ સમાન,
તારા સાથે થયેલ ઝગડો પણ મારા પ્રત્યેના પ્રેમની સાબિતી આપી ગયું.

