મારું ગુજરાત મારું ગામ
મારું ગુજરાત મારું ગામ
જયાં જયાં જાવો ને ત્યાં પડે સાવજની દહાડ,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં શ્રધ્ધા કેરા નાદથી ભક્તિ ગુંજે,
નિર્મળ નીર નર્મદે નદીના વહે,
હાલરડાંના હોકરથી પ્રગટે પ્રભાત,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં સાગરમાં પણ સાહસ જડે,
બાળક બાળકમાં મળે દેશ દાઝ,
જ્યાં ગુંજે સપૂતો ની હાકો દિનરાત,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં વસે ગઢ ગરવો ગિરનાર,
કેસર કેરી અને મોંઢે મીઠા ગાન,
જ્યાં ગામે ગામે પાળિયા પૂજાય,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં સાહિત્યની પ્રેમતણી હેલી વહે,
સંતો ભક્તોના રૂદયે દિનરાત શ્રધ્ધા વહે,
જ્યાં જોવો ત્યાં ભગવાન મળી જાય,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં પાને પાને ઇતિહાસ મળે,
ગલીએ ગલીએ ઇતિહાસ રચનાર મળે,
જ્યાં ઓટલે દુહાના હોંકારા પડે,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
જ્યાં ખોળે ખોળે માની મમતા રમે,
ડુંગરે ડુંગરે ભગવતી રમે,
જ્યાં માનવ માનવમાં પ્રેમ મળે,
દિલથી જાણી લેજો એજ મારું ગુજરાત.
શું કહું ગુજરાત વિશે,
કેમ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી,
ત્યાં ત્યાં વસે મારું ગુજરાત.
