મારું ગામડું
મારું ગામડું
મનને ગમતું મારું ગામડું,
સ્નેહમાં રમતું મારું ગામડું,
ખેતરનાં ખોળે રમતું મારું ગામડું,
નદીના નીર ને નીરખતું મારું ગામડું,
રેતીના ઢગલામાં ઝૂમતું મારું ગામડું,
તળાવની પાળે ફરતું મારું ગામડું,
મહેનતની મુલાકાત લેતું મારું ગામડું,
આનંદના ઓજસ ઓરતું મારું ગામડું,
પ્રેમની પગદંડી પર ચાલતું મારું ગામડું,
જીવનની સાચી રીત શીખવતું મારું ગામડું.
