મારું ગામડું
મારું ગામડું
જન્મી છું મારે ગામડે,
જયાં કણેકણનો અહેસાસ છે મને,
માણ્યું છે મન ભરીને,
મનમાં એની તાજગીનો અહેસાસ છે મને,
ભાગતા થાકી નહિ કદી,
એટલા અંતર કાપ્યાનો અહેસાસ છે મને,
ખળખળ કરતી નદીમાં,
બાળપણ વિતાવ્યાનો અહેસાસ છે મને,
સુંદર ખીલેલાં ફૂલોની મહેક,
મનને શાંતિ અપાવ્યાનો અહેસાસ છે મને,
ગામને પાદરે ચીસો પાડી,
ખૂલ્લા મને હસવાનો અહેસાસ છે મને.
