મારું આંગણું
મારું આંગણું
ફૂલોથી સુશોભિત મારું આંગણું,
તુલસી ક્યારોથી પાવન મારું આંગણું,
પંખીઓનાં કલરવથી ગૂંજતું મારું આંગણું,
બાળકોના કિલ્લોલથી સંગીતમય બનતું મારું આંગણું,
ઘમ્મર વલોણુંના નાદથી આનંદિત બનતું મારું આંગણું,
મહેમાનોનાં આગમનથી સંબંધોનું સૂત્રધાર બનતું મારું આંગણું,
રાતે વડીલોની બેઠકથી રક્ષાતું મારું આંગણું,
જ્યાં ખુલ્લા દિલે વાતો કરી શકાય એવું આત્મીય મારું આંગણું,
જ્યાં સપનાઓને સાકાર કરી શકાય,
એવું મદદગાર મારું આંગણું,
જ્યાં આનંદ ઉલ્લાસ હર્ષનો પણ નિવાસ છે
એવું ગમતિલું મારું આંગણું,
જ્યાં માં બાપ રૂપી સંતોનો નિવાસ છે,
એવું પાવન પવિત્ર મારું આંગણું.
