STORYMIRROR

Jyotsna Patel

Classics Others

4  

Jyotsna Patel

Classics Others

મારો કાનુડો

મારો કાનુડો

1 min
849

બળબળતી લાગણીઓને ઠારે મારો કાનુડો,

ઠેબે ચડેલી આ જિંદગીને, સંવારે મારો કાનુડો.


ઈચ્છાઓની આંગળી પકડી, શમણે મ્હાલું હું;

ભીતરી તિમિર સૈન્યને પડકારે મારો કાનુડો.


સુખ-દુઃખનાં ટોળાં મધ્યે, મન-ઝરુખો ઝોલાં ખાય;

સ્થિતપ્રજ્ઞતા અહીં રેલાવે જીવતરે મારો કાનુડો.


ફક્કડ તડકો ઘૂમે મુજ ઉજાગરાની આસપાસ;

તલ્લક છાયો કાખમાં લઈને ચડે વ્હારે મારો કાનુડો.


સરકતા સમય સંગ પર્ણ ખરે મમ જીવનવૃક્ષ તણાં;

'હું'પણાની મટકી ફોડી ઉર-તૃષા ઠારે મારો કાનુડો.


કષ્ટ તણાં એંધાણ પારખી ભાવ સમર્પણ સ્વીકારી;

સાચવે સંબંધો 'જ્યોત', નરસૈંયાના વહેવારે મારો કાનુડો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics