STORYMIRROR

Jyotsna Patel

Classics Inspirational

4  

Jyotsna Patel

Classics Inspirational

થઈ જા ને ભૈ

થઈ જા ને ભૈ

1 min
400

મારા માધવની મોરલી સમ મીઠો, તું થઈ જા ને ભૈ;

ધરી મુખે મીઠી વાણી જગનો વ્હાલો, તું થઈ જા ને ભૈ !


પચાવી મૃદ, માતને મુખે કરાવ્યું વિશ્વદર્શન;

ગોપિત વાતો અવરની પચાવતો, તું થઈ જા ને ભૈ !


પૂતના હણી, પાપી કંસને પહોંચાડ્યો સ્વધામ;

રાક્ષસી વૃત્તિને મનની, હણતો તું થઈ જા ને ભૈ ! 


ટચલીએ ધર્યો ગોવર્ધન, હંફાવી વર્ષારાણીને;

આફતોના લશ્કરને હંફાવતો, તું થઈ જા ને ભૈ !


કીધાં શમણાં ગોપીઓનાં મૂર્ત, યમુના તટે;

તારાં સૂતેલાં સપનાંને સાકાર કરતો, તું થઈ જા ને ભૈ !


સત્યની સાથે રહી, અસત્યનો નોતર્યો વિનાશ,

જગતના નાથમાં વિશ્વાસ રાખતો, તું થઈ જા ને ભૈ !


વેરાન વગડા સમ સરકતી આ જિંદગીમાં 'જ્યોત';

પામવું જો કંઈક હોય, ગીતા વાંચતો તું થઈ જા ને ભૈ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics