મારો દેશ ભારત
મારો દેશ ભારત
સૌથી ન્યારો સૌથી પ્યારો આ છે મારો દેશ ભારત;
બધી દિશામાં વખણાયેલો આ છે મારો દેશ ભારત...!
સૌથી ન્યારો સૌથી પ્યારો........
અહીં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા છે અનંત;
ધર્મ, જાતિ, બોલી જુદા જુદા પણ દિલથી છે મહંત....!
સૌથી ન્યારો સૌથી પ્યારો........
નદી, સરોવર, ધોધ, ઝરણાંઓ મહેંકે છે ચોમેર સુમન;
ગિરીવર ઊંચા ઉત્તુંગ શિખરો ચૂમી રહ્યા છે જો ગગન....!
સૌથી ન્યારો સૌથી પ્યારો........
હરિયાળી ક્રાંતિ હરપળ આંગણ નાચે સહુ કોઈ સંગ;
અલગ અલગ તહેવારો વચ્ચે એકતાથી ઉજવે એક રંગ...!
સૌથી ન્યારો સૌથી પ્યારો........
