મારો બગીચો
મારો બગીચો
મારા બગીચામાં ઉગ્યા છે સુંદર ફૂલ
મારા બાગમાં ખીલ્યા છે સુંદર ફૂલ
તે છે રંગોંથી ભરપૂર બાગના ફૂલ
તે છે સૌરભનો ખજાનો બાગના ફૂલ
કાંટાનો છે સાથ છતાં છે સુંદર ફૂલ
તે છે પ્રકૃતિની સુંદર શોભા સુંદર ફૂલ
તે છે ઈશ્વરની સુંદર રચના સુંદર ફૂલ
તે છે સુંદરતા નું પ્રતીક મોહક ફૂલ
તે છે ભમરાનો શ્વાસ બાગના ફૂલ
તે છે પતંગિયાનું ઘર સુંદર ફૂલ
તે છે જીવનનું દર્શન સુંદર મજાનાં ફૂલ
મારા બગીચામાં ઉગ્યા છે સુંદર ફૂલ
