STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

0.8  

Drsatyam Barot

Inspirational Others

મારી શાળા

મારી શાળા

1 min
28.9K


ટન્ ટન્ ટન્ ટન્ ટન્ ન્ ન્ કરતો બેલ વાગે રે,

મારી શાળાની ડોક માં.


કેવી મજાની શાળા છે મારી,

માતાના જેવી લાગે છે વ્હાલી,

રોજે રોજે નવું નવું વ્હાલ આપે રે,

મારી શાળાની ડોકમાં.


કેવું મજાનું રમવા મળે છે,.

રમવાની સાથે ભણવાં મળે છે,

લખવાનું, વાંચવાનું ગમી ગયું રે,

મારી શાળાની ડોકમાં.


મારા ગુરુજી એવું ભણાવે,.

જાણે કે દેવો વેદ ભણાવે,

ચર્ચા કરી રમત રમાડી વ્હાલ આપે રે

મારી શાળાની ડોકમાં.


સપનાની દુનિયા શાળા છે મારી,

વાતો કરે છે રોજે મજાની,

સાચે સાચું જિંદગીનું જ્ઞાન આપે રે.

મારી શાળાની ડોકમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational