STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

મારી પ્રાર્થના કબૂલ થઈ ગઈ

મારી પ્રાર્થના કબૂલ થઈ ગઈ

1 min
174

આજે મારી ખોજની હદ પાર થઈ ગઈ

માગેલા કરતા બેહદ મળી ગયું

નીકળી હતી હું ઝરણાંની શોધમાં

પણ મને આખું સરોવર મળી ગયું,


નીકળી હતી હું મહેકતા ફૂલની શોધમાં

મને પૂરો બાગ મળી ગયો

નીકળી હતી એક બુંદની શોધમાં

મને સાગર મળી ગયો,

નીકળી હતી એક સિતારાની શોધમાં

મને પૂરું આકાશ મળી ગયું,


નીકળી હતી હું ખુશીના એક તણખલાની શોધમાં

પૂરી કાયેનાતની ખુશી મળી ગઈ,

હું નીકળી હતી શોધવા ખુદ મારી જાત ને હું ખોવાઈ ગઈ,

પણ ઈશ્વર મળી ગયા

આજે મારી ખોજની હદ પાર થઈ ગઈ

માગ્યા કરતા બેહદ મળી ગયું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract