STORYMIRROR

SHEFALI SHAH

Inspirational

3  

SHEFALI SHAH

Inspirational

મારી નિષ્ઠા

મારી નિષ્ઠા

1 min
502

દરેક કાર્ય મારી પૂરી નિષ્ઠાથી કરું છું,

તોય સ્વજનોના પૂછાતા પ્રશ્નોથી ડરુ છું,


થાકી જાઉં છું અપેક્ષાના બોજ તળે,

તોય નવી સવારે નવા ઉમંગ ભરું છું,


ખબર નહીં કેવી નિયતિ લઈને આવી છું,

તોય એની સામે બાંયો ચઢાવતી ફરું છું,


થાકું તો હું પણ છું આ લડાઈ લડતા,

તોય ફરી અશ્વસવાર થઈ યુદ્ધ કરું છું,


પ્રભુની નિષ્ઠા પર તો કોઈ શંકા નથી,

તોય મનમાં ને મનમાં ખોટું ખરું કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational