STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારી માતૃભાષા

મારી માતૃભાષા

1 min
383

મને આવડે કક્કો ને બારાક્ષરી,

આ ઇંગ્લિશની એબીસીડી મને આવડે નહિ,

આ કાકા દાદાને મામા કેવું ગમે,

આ અંકલ કહેવાનું મને ફાવે નહિ,

આ બા ને બાપા કહેતા આવડે,

આ મોમ ડેડ બોલતા મને આવડે નહિ,


ગુજરાતી તો મારી માત છે,

માં વગર ક્યાંય બાળકની કદર થાય છે !

આ હાલરડુંને ગીતો કેવા ઢાળમાં ગવાય છે,

આ અંગ્રેજીની પોએટ્રીથી મારું બાળક પોઢે નહિ,


કેવી મીઠડી મારી માત છે !

એય મિસ્ટર કહે તો લાગે તોછડું,

શ્રીમાન કહીએ તો લાગે માન વાચક,

એ હાલોનાં નાદથી સૌના પગ થીરકે,

વિદેશમાં પૂછે કોઈ કેમ છે ? તો હૈયું કેવું હરખે !

માં ની મમતા સાથે જોડાયેલી મારી માતૃભાષા,

મારી ઓળખાણ મારી માતૃભાષા,


અગણિત શબ્દોનો સમૂહ છે મારી માતૃભાષા,

હરેક શબ્દ ફૂલ ને બગીચો છે મારી માતૃભાષા,

દરિયા જેવી વિશાળ છે મારી માતૃભાષા,

વાર્તા, ગઝલ, કવિતા, શાયરી, હાઈકુ, મુક્તકના મોતી આપે મારી માતૃભાષા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational