STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

મારી માતૃભાષા સોહે

મારી માતૃભાષા સોહે

1 min
395

મીઠી ને મધુરી રે મારી માતૃભાષા લાગતી

વ્હાલપ થકી એ સૌના હૈયામાં ફરતી

મારી માતૃભાષા સોહે...


હૈયે રે હરખાતી, આનંદે ઉભરાતી

એ તો ઉમંગ કેરા અવસરે રે છલકાતી

મારી માતૃભાષા સોહે...


પ્રેમ ભરેલા શબ્દો થકી સૌને પોતાના કરતી

મિત્રોને પરિવાર સંગ રંગીલી મહેફિલ જમાવતી

મારી માતૃભાષા સોહે...


સહજતાથી બાળકોને શીખવી ગમતી

ઘરઘરમાં એ હરખે હરખે ઊડતી

મારી માતૃભાષા સોહે...


દાદા દાદીની સંગે રમતી, મમ્મીની હોઠે સજતી

ભાઈની એ મસ્તી હતી, આનંદે આનંદે રમતી

મારી માતૃભાષા સોહે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational