મારે તો એક ફૂલ બનવું છે
મારે તો એક ફૂલ બનવું છે
મારે તો ફૂલ બની મહેકવું છે,
ખુશ્બુને ચારેકોર ફેલાવવી છે,
રંગબેરંગી ફૂલ બની,
ઉપવનની શોભા વધારવી છે,
ક્યારેક મોગરો બની મહેકવું છે,
તો ક્યારેક ગુલાબ બની ભગવાનનાં શરણોમાં જઈ પડવુંં છે,
ક્યારેક રાતરાણી બનીને રાતને મૂલ્યવાન બનાવવી છે,
તો ક્યારેક કમળ બની તળાવની શોભા વધારવી છે,
ક્યારેક ચમેલી બની આંગણું મહેકાવવુંં છે,
તો ક્યારેક જાસૂદ બની ઈશ્વરના અદભુત રંગોના મિશ્રણને શ્રેષ્ઠ સાબિત કરવુંં છે,
ક્યારેક ચંપાના સફેદ ફૂલો બની આ ધરતી પર સફેદ ચાદર બિછાવવી છે,
તો ક્યારેક કરેણના રાતા પીળા રંગથી ધરતીને દુલ્હન બનાવવી છે,
ક્યારેક સૂરજમુખી બની અદભુત પ્રેમની મિસાલ બનવુંં છે,
તો ક્યારેક લાલ ગુલાબ બની પ્રેમની નિશાની બનવુંં છે,
મારે તો ફૂલ બની ક્ષણભર જીવી લેવુંં છે,
મરીને પણ અત્તર બનવુંં છે,
વીરની અર્થીમાં,
તો દુલ્હાના સેહરામાં,
દુલ્હનની વેણીમાં,
ભગવાનના શરણમાં,
તો ક્યારેક બાના પૂજાની થાળીમાં સ્થાન પામવુંં છે,
પતંગિયાની પ્રીત પામવી છે,
ભમરાનો ભવ સુધારવો છે,
મારે તો એક ફૂલ બનવુંં છે.