STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy

3  

ચૈતન્ય જોષી

Fantasy

મારે હરિને

મારે હરિને

1 min
414

મારે હરિને પ્રગટાવવા ઉરભાવને આધારે.

મારે હરિને પ્રગટાવવા શબ્દતણા સહારે.


રતિ મારી રામચરણની રહી જન્માંતરથી,

મારે હરિને પ્રગટાવવા અંતરના ઉદગારે. 


પ્રતિક્ષા પરમેશને પામવાની પરાકાષ્ઠાએ,

મારે હરિને પ્રગટાવવા માનવતાના આચારે.


દીનહીનમાં દીદાર દયાનિધિ દ્વારકેશ તણા,

મારે હરિને પ્રગટાવવા પ્રેમપૂર્ણ વ્યવહારે. 


ક્યારે કેશવ કરે કૃપા કરુણાનિધિ કૌશલ, 

મારે હરિને પ્રગટાવવા નયનની અશ્રુધારે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy