મારામાં હું
મારામાં હું
આજ ફરીથી 'હું'કારને ભણવો છે,
કેમે કરીને અહંકારને હણવો છે.
ઋષિઓએ આપેલા જીવન રાહે ચાલું,
મારામાં જ એક માનવને જણવો છે.
નિર્ગુણ નિરાકારનું સૌંદર્ય ક્યાં જાણું,
સગુણ સાકાર બેઠેલાને ગણવો છે.
ચિત્રગુપ્ત લઈ બેઠો હશે ઘટમાળ બધી,
સિંહાવલોકને કર્મનો મજલ ચણવો છે.
જગદીશના જગતની લાલિમા સમજવી છે,
ફરી એકવાર મારા 'હું' ને ભણવો છે.