મારા તે આંગણાનુ પક્ષી
મારા તે આંગણાનુ પક્ષી
મારાં તે આંગણાનુ પક્ષી છે
આવીને ઝટ ઉડી જાય રે
એ તો ડરતું ડરતું આવતું
અવાજ સાંભળીને ઉડી જાય
અનાજ કણ એ ખાતું જાય
કોઈને જોઈને એ ઉડી જાય
મીઠો મીઠો ટહુકો કરતું જાય
સૌને આનંદ આપી ઉડી જાય
દર્પણમાં ચહેરો જોતુ જાય
પડછાયો જોઈને ઉડી જાય
મારાં તે આંગણાનુ પક્ષી છે
આવીને ઝટ ઉડી જાય રે
