મારા મહી તારું વજૂદ જડે
મારા મહી તારું વજૂદ જડે
મળ્યો તારો પ્રેમ જીવનમાં શું ઘટે ?
તારી ઝલક જોઈ મારી પીડા મટે.
તારો સ્નેહ એજ મારો શણગાર છે,
તારા સાથ થકી મારી ઉદાસી છૂટે.
શબ્દો મારા હૈયાના જોને હોઠે આવ્યા,
મારી ગઝલમાં તારો જ ઉલ્લેખ જડે.
હતું રણ જેવું વિરાન મારું આ હૈયું,
તારા આગમને બાગના રવાડે ચડે.
મારા વિચારોમાં ઝળકે તારી આકૃતિ,
જોને મારા મહી જ તારું વજૂદ જડે.
શમણાંઓ હકીકત બની મળ્યા,
મારા હૈયે તારા પ્રેમનું મોતી જડે.
હોય જ્યારે મારાથી થોડો દૂર તું,
ત્યારે તારી યાદોના વાદળ ઉમટે.

