મારા ગુરુજી
મારા ગુરુજી
પધાર્યા ગુરુજી મારા કુમકુમ પગલે
વધાવુું છું એમને સુગંધી ફૂલડે,
આપું છું એમને સૂરજની ચાદર
બેસાડું છું એમને સ્નેહની દોરીમાં,
જમાડું છું અને સંતોષની થાળીમાં
રાખું છું અને હૈયાના હેતમાં,
ફરમાવું છું એમને ફોરમના ખ્યાલમાં
મ્હેકાવું છું એમને મનના મલકમાં
પહેરાવું છું એમને પ્રેમના પગરખાં.
