મારા દેશમાં
મારા દેશમાં
કેવો ભયંકર આવ્યો, આ કાળ ભારત દેશમાં,
હસતા ફરતી હર પ્રજા, આજે ફરે ક્યા વેશમાં.
હરખે હરખતા હેતથી, ચહેરાની ક્યાં ચળકાટ છે,
ઢાંકી ફરે ચહેરા બધા, આવ્યા નવા પરિવેશમાં.
ક્યાંથી કપાતર પાક્યો, નિર્લજ્જ તું નિષ્ઠોર છે,
ફરતો નગરમાં ઠીક પણ, હાલ્યો હવે હર નેસમાં.
જાગો તમે સવ ભારતી, સાવધ થઈને ચાલજો,
રાખો તમે સવ કાળજી, જાશે પરત એના દેશમાં.
કવિ યાદ કહે યાદ રાખજો, આ સમય જાશે ખરો,
સંભાળ ખુદની રાખ, બસ તું આવ ના આવેશમાં.
