માનવરૂપી અવતાર
માનવરૂપી અવતાર
મારા સર્જનહાર તારા મહત્વનો નહી કોઈ પાર,
તારા ગુણો દર્શાવે તારા માનવરૂપી અવતાર,
તારા એક એક અવતાર કરે લોકોનો ઉધ્ધાર,
તારા ગુણો અપનાવી આગળ વધે આ સંસાર,
તારૂ અસ્તિત્વ દર્શાવે વિના કાેઇ ચમત્કાર,
સાહસના શિખરથી આપે સ્વરાજનો પડકાર,
સત્ય અને અહિંસા, બાપુના બે હથિયાર,
નૈતિક્તાના માર્ગે વિક્સાવે વૈશ્વિક વ્યાપાર,
જમશેદજી તાતાના હાથે લાખાે સ્વપ્ન સાકાર,
જીજ્ઞાસાથી જાણકારીમાં નહી કલામને પડકાર,
અણુથી અંતરિક્ષમાં સાધી સિધ્ધીઓ અપાર,
સંવેદનાના સૂરથી સાચવે બાળપણનો સાર,
મજૂરી અને અશિક્ષણ નથી સત્યાર્થી ને કરાર,
મારા સર્જનહાર તારા મહત્વનો નહી કાેઈ પાર,
તારા ગુણો દર્શાવે તારા માનવરૂપી અવતાર.
