માણસની પ્રમાણિકતા
માણસની પ્રમાણિકતા
જો માણસમાં પ્રમાણિકતા હોય,
તો, જગ આખું કેવું સુંદર હોય ?
વ્યવહારમાં પ્રમાણિકતા હોય,
તો, જીવન કેટલુંં સરળ હોય,
ઘરમાં જો નિ:સ્વાર્થતા હોય,
તો, કુટુંબમાં પરમ શાંતિ હોય,
દરેક વ્યક્તિ સ્વધર્મ પાળતો હોય,
તો, સ્વર્ગ અહીં હોય,
સરકારની નીતિમાં નીતિમત્તા હોય,
તો, અત્યારે રામરાજ્ય હોય.
