માણસ છે
માણસ છે
એ મિત્રનેય પડતો મૂકી જાણે માણસ છે.
એ શત્રુનુંય વખતે કદી તાણે માણસ છે.
આકૃતિમાં લાગે છે કે માણસ જ છે એ,
વર્તે છે પોતાની પ્રકૃતિ પ્રમાણે માણસ છે.
સાવ નર્યો સ્વાર્થ દેખાય છે એના આચારે,
ખેલ નાખી જાણે ખરા ટાણે માણસ છે.
આદત છે એને ઝૂંટવીને ખાવાની હંમેશાં,
ચાંપતો દીવાસળી ઠેકઠેકાણે માણસ છે.
ભરોસાપાત્ર સજીવ નથી લાગતો આખરે,
સળી કરી બીજાની મોજ માણે માણસ છે.