STORYMIRROR

Nardi Parekh

Inspirational

4  

Nardi Parekh

Inspirational

માની યાદ

માની યાદ

1 min
298

માવડીની માયા ના પળમાં ભૂલાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય

અમી ભરી આંખ સદા સામે તરવરતી

મૂર્તિ એની નજરુંથી જરીએ ન ખસતી


યાદ એની આવે તો આંખ્યું ભીંજાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય

જન્મો મારા જાશે તોયે ઋણ ના ચુકવાશે

હૈયું રે'શે ઝળહળતું તારા અજવાશે


પ્રેમ તણા તારી કંઈ તુલના ન થાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય

માડી તારી હૂંફ મારા અંતરને સાલતી

હતી તારી હાજરી તો હરીભરી મ્હાલતી


જતા તારા જગ મારુ સૂનું થઈ જાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય

સુખેથી સિધાવી ફરી જગમાં ના આવજે

સદા તારા બાળકો પર આશિષ વરસાવજે


જનમ મરણ કેરા ન ફેરે અટવાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય

માવડીની માયા ના પળમાં ભૂલાય

નામ એનું લેતા મારું હૈયું છલકાય


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational