માના ગુણગાન
માના ગુણગાન
મારી કલમ સક્ષમ નથી,
‘માં’ વિષે કશું પણ લખવા,
ખુદા પરિચય મને તારો નથી
માથી વિશેષ તું પણ નથી.
મા તત્વ હર સમય શુભ છે,
ત્યાં કોઈ ચોઘડિયાની અસર નથી,
મા જસોદાની ગોદમાં હસ્યો કાનો,
લાગે છે ગોલોકમાં એ તાકાત નથી.
મા પાસે ઉર્જાનો જે ખજાનો છે,
કદાચ આખાય બ્રહ્માડમાં ક્યાય નથી,
મા શબ્દ બોલવામાં જે મજા છે,
વેદોની ઋચાઓમાં એ મજા નથી.
મા આખેઆખું આધ્યત્મિક જગત છે,
ગીતા કુરાન અને બાઇબલ એના વગર સંપૂર્ણ નથી,
ખુદા પરિચય મને તારો નથી
માથી વિશેષ તું પણ નથી.