મા
મા
વાસણોની ખખડાટમાં પ્રેમની રસોઈ બને,
ને કોળીયે કોળીયે મીઠામાં મીઠાશ ભળે,
રોજ બરોજ ની ચિંતા ને દુખ મટે,
તારા ખોળામાં માથું મુકવાનું સુખ જો મળે,
સુર્યની પહેલી કિરણ પણ ફિકિ પડે,
જ્યારે તુ થાકેલી હોય છતાંય હસી પડે,
મને ઉદરમાં ઉચકવનો ઋણ ચુંકવાના રસ્તા ના મળે,
આ વિશાળ હૈયાના હેત આગળ સો જન્મ ઓછાં પડે,
મને તારી લઢ પણ સ્વીકાર કરવી પડે,
જ્યારે તેમાં શીખની ઝલક મળે,
પળ પળ મારી ખુશીની દુઆ માંગતી મળે,
મારી લાખ એવી ખુશીઓ તને મળે,
મને ભગવાનની ભક્ફતિનું ફળ મળે,
જો તુ દરેક જન્મમાં મારી માતા બને,
તારા વ્હાલના દરિયાના પાણી ના ઘટે,
ને તારી પાસે માંગો તો અછતમાં પણ ઢગલો મળે,
