STORYMIRROR

Gayatri Patel

Inspirational Others

3  

Gayatri Patel

Inspirational Others

મા તું રૂપ રૂપનો અંબાર

મા તું રૂપ રૂપનો અંબાર

1 min
201

મા તું રૂપ રૂપનો અંબાર,

ધર્યો અંબિકા અવતાર, કર્યો જગતનો કલ્યાણ રે,


મા દુર્ગાનું રૂપ ધરી અસુરનો સંહાર રે,

મા પાર્વતીના રૂપે કરે શણગાર,


મહાકાળી રૂપમાં કર્યો જગનો ઉદ્ધાર,

મા તું રૂપ રૂપનો અંબાર,

ધર્યો અંબિકા અવતાર,રે,


કાત્યાની રૂપે કામ કર્મ જીવનનો સાર,

મા સરસ્વતીના રૂપે તું મુખ પર કરે નિવાસ રે,


લક્ષ્મી રૂપે પરિવારમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિ દ્વાર કરે રે,

મા તું રૂપ રૂપનો અંબાર, ધર્યો અંબિકા અવતાર,,


મા જગદંબા તું ,

માં અંબિકા તું,

માં નવદુર્ગા,તું, 

માં ગાયત્રીના રૂપમાં તું,

માં વૈષ્ણોદેવી શક્તિ તું,


કર્યા અસુરના સંહાર રે માં,

તું જગતની તારણહાર,


મા તું રૂપરૂપનો અંબાર, ધર્યો અંબિકા અવતાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational