મા તું મારું અભિમાન
મા તું મારું અભિમાન
બાળપણમાં 'મા' તારી ગોદીમાં હું બેસતો
તારા ભજનો અને કીર્તનો પણ સાંભળતો,
આજ પણ તારી યાદો અને કીર્તનો પણ છે
મા તું મારું અભિમાન, જીવનમાં શ્રેષ્ઠ છે,
પ્રથમ ભક્તિ ગીત તારા સંસ્કારના કારણે લખાયું
એ ભક્તિ ગીતને આજે પણ મનમાં બોલતો,
તારા સંસ્કારના બળે મને શક્તિ મળતી
તારી યાદોથી મારી જિંદગી પણ બનતી,
મા તું મારું અભિમાન, જીવનમાં શ્રેષ્ઠ છે.
