STORYMIRROR

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

મા તું ધરતી પર સ્વર્ગની દેવી

મા તું ધરતી પર સ્વર્ગની દેવી

1 min
167

તારા દેહથી નવું સર્જન તું કરતી

ત્યારે તું મુજ મુખ જોતી

મા તું ધરતી પર સ્વર્ગની દેવી,


રાત દિન જાગીને પોષણ કરતી

કડવા મીઠા પાકથી દૂધ ભરતી

મા તું ધરતી પર સ્વર્ગની દેવી,


કાલું ઘેલું મારી સાથે બોલતી

ખુદને જાણે તું ભૂલતી જાતી

મા તું ધરતી પર સ્વર્ગની દેવી,


અસ્તિત્વ મીટાવી દેતી તું તારું

હાસ્ય મુખ પર સદાય મારું

મા તું ધરતી પર સ્વર્ગની દેવી,


બચાવવા જાન મારી જંગે ચડતી

એકલા હાથે દુનિયાને હલાવતી

મા તું ધરતી પર સ્વર્ગની દેવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational