STORYMIRROR

Mahendra Rathod

Inspirational Others

4  

Mahendra Rathod

Inspirational Others

મા તારા ખોળામાં

મા તારા ખોળામાં

1 min
3.8K


નીતરતા તારા નેણમાં એક નોખેરો નેહ વહે,

ભીંજાઉ આખે આખો એવું મારું દલ કહે.


દેખાડ્યો ચાંદ તે અંધારી રાતે તારા હાથમાં,

પેલો સુરજ ને તારા પણ તારો ખોળો ચહે.


માથે તારો હાથ જાણે તાઢકનો છે છાંયડો,

જગત આખાની શીતળતા તારા હૈયે રહે.


લાગતી ક્યારેક ઠોકર તો હોય નીચે તારો કર,

દર્દ ક્યારેક મને પડે ને અશ્રુથી તારા નેણ વહે.


આયખું થાય તોય ના માપુ તારો અમાપ નેહ,

એ અધીરુ હૈયું રોજ જોવા મારુ મુખડું ચહે.


એક દિન શું તારી સાથે ? આખું જીવતર જાય,

તુ જ મારુ રટણ મારી મા આ દલડું રોજ કહે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational