STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

2  

Chaitanya Joshi

Inspirational Others

"મા"નું રૂપ

"મા"નું રૂપ

1 min
14.8K


લૈને રુપ 'મા 'નું ને હરિ આવજે તું,

માતૃવાત્સલ્ય ઉરથી ઊભરાવજે તું.

નથી તારા જેવી મળતી હસ્તી બીજે,

"બેટા" શબ્દોચ્ચારે મલકાવજે તું.

ઝંખું છું આગમન તારું પુત્ર બનીને,

માતૃપ્રેમ પુનઃ જીવને પ્રગટાવજે તું.

શુષ્ક ઉજ્જડ થૈ મનોભૂમિ હરિવર,

અમીવર્ષા કરી વસંત એમાં લાવજે તું.

પ્રતિપળ ઉરઈપ્સિત આગમન તારું,

મનોરથ મારા હવે હરિ પૂરાવજે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational