STORYMIRROR

Rekha Shukla

Inspirational

4  

Rekha Shukla

Inspirational

મા મારામાં તું

મા મારામાં તું

1 min
210

મારી બંધ આંખે નજર કરું તો તુંજ મળે મા,

મારા હર શ્વાસની લહરમાં તો તુંજ ભળે મા,


મારા દિલના હર ધબકારે પણ તુંજ ધબકે મા,

મારી આંખના દરેક પલકારે તો તુંજ પલકે મા,


પ્રેમના અહેસાસે હર રગમાં પણ તુંજ વહે મા,

મારા ગાઢ આલિંગને મારું હર અંગ તું ગ્રહે મા,


'રેખા’ની શબ્દશૃંખલામાં કવિતા બની તું સરે મા,

સરેઆમ આ ઉપવનની વેલી બનીને તું ફરે મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational