Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh S. Prajapati

Fantasy

3  

Dinesh S. Prajapati

Fantasy

મા-ભગવાન

મા-ભગવાન

1 min
128

માના હાથમાં ન જાણે શું છે કરામત ?

સંતોષ નહીં, હોય ભલે હોટેલની જયાફત,

માની લોરીમાં છે એ અદભૂત સંગીત,

નિંદ્રામાં પોઢે બાળ હોય ભલે ભયભીત,

ટેકા વગર પણ ઊભું છે આ આકાશ,

એને ઝીલનારાની હજુ છે તલાશ ?

તરુવરની ટોચે પહોંચાડે જે જળ,

ફરતી હવાને ય રાખે એ નિર્મળ,

કીડીને કણ, ને દે છે હાથીને મણ,

હરિ ક્યાં છે ? તોય પૂછે જનગણ !

બાળકો મોકલતો એ નિર્દોષ હાસ્ય કરતાં,

માનવીઓ એ કરામત પર પાણી ફેરવતાં,

કર્મોનો હિસાબ ક્યારેય હોય નહીં ખોટો,

આ તો રામના સરવાળા એમાં ક્યાંય નહીં તોટો,

સૂર્ય, ચંદ્ર ને મોટા દરિયા પણ કીધા,

નદીઓ, ઝરણાં ને સરોવર પણ દીધા,

દંગ રહી જાતી દુનિયા આ સારી,

જોઈ કરામત આ ઈશ્વરની પ્યારી,

છે મા અહીં ભગવાન ને ભગવાન પણ મા છે,

જીવનમાં, અગવડમાં તે જ કરે કરામત.

Rate this content
Log in

Similar gujarati poem from Fantasy