STORYMIRROR

Dinesh S. Prajapati

Inspirational

4  

Dinesh S. Prajapati

Inspirational

સ્પર્શ તારો

સ્પર્શ તારો

1 min
270

અવર્ણનીય છે આખા જગતને અજવાળતો,

હૂંફ આપી ઝળહળતો સૂરજનો સિતારો.


ક્ષિતિજે દોરાતી રંગોળીનો પુરનારો,

ગગનમહી સંધ્યા-ઉષાનો ચિતારો,


વિશાળ જગ વિસ્તારે જેનો દીસે ના કિનારો,

એ લહેરાતો દરિયો ને હિમાલયનો મિનારો.


એકલો ઊભો રહીને ચાંદની પ્રસરાવતો,

બેજોડ છે ચાંદ ઉપરથી શીતળતા વેરતો.


સુખ અને દુઃખનો ના આવતો વરતારો,

સંગાથને સ્પર્શ તારો, ઈશ્વર તારો સહારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational