Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh S. Prajapati

Romance

3  

Dinesh S. Prajapati

Romance

હૈયાનો ઝરૂખો

હૈયાનો ઝરૂખો

1 min
517


બારી એ વિશ્વ બહારનું દેખાડતી,

ને ઝરૂખો યાદ અપાવે ભીતરની,


વર્તમાન સોહામણો બારીમાં,

ભૂતકાળ પણ સળવળે ઝરૂખે,


સ્મરણોનો ખજાનો ને ખુશીઓનો વૈભવ છે,

ઝરૂખો અમારો આ યાદોનો કલરવ છે,


નરી આંખે જોવા દરવાજા પૂરતા છે,

મનની આંખોને ઝરૂખે જોવાના કોડ છે,


શબ્દે, હૈયે ને આ શ્વાસે-શ્વાસે છે પ્રીતમ,

કેવળ નથી એક મારે આ ઝરૂખે પ્રીતમ,


પામવાના કોડ નથી દર્શની અભિલાષા છે,

આંગણે ના આવે તો પાંપણે પણ આશા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance