કહાન
કહાન
સૌને થાવું છે કહાન, અહીં સૌ ભૂલ્યા છે ભાન,
તારા ચુંબકીય વ્યક્તિત્વમાં સૌએ બન્યા રમમાણ,
બાળ પણ ગોપાળ થવા બન્યો છે ગુલતાન,
યૌવનને કહાનતણી પ્રીત લાગે છે વરદાન,
પ્રેમી પણ કહાન ને, જોઈએ વેરી પણ કહાન,
સૌને જોઈએ છે આખર કહાન જ કહાન,
સૌએ કર્યો છે સ્નેહ ભૂલીને સાન-ભાન,
યાદ કરે કહાનને તો અંતરને આરામ,
જીવતર અજવાળે એવો ચમકીલો પ્રેમ,
આ તુજને મળશે ઈશ્વરથી સન્માન.

