મા ભારતી
મા ભારતી


વંદન વંદન મા ભારતીને મારા વંદન,
ધરમ ને ભાષાના ના કોઈ બંધન,
વિધ વિધ જાતિ ના લોક સમાયા,
ન કોઈના સ્વપ્ન અહીં કરમાયા,
મદદે પહોંચે લોક ભાળીઝીણું ક્રંદન,
વંદન વંદન મા ભારતીને મારા વંદન,
ટેકનોલોજીના સથવારે,
ઈશ અલ્લાહના સહારે,
આપીએ નવયુગને અભિનંદન,
વંદન વંદન મા ભારતીને મારા વંદન,
કલા સંસ્કારે ખૂબ વખણાયા,
આવિષ્કારોમાં ઉણા ન જણાયા,
જરૂરતે સ્વીકાર્યું પરિવર્તન,
વંદન વંદન મા ભારતીને મારા વંદન.