STORYMIRROR

Pravin Maheta

Inspirational

4  

Pravin Maheta

Inspirational

મા-બાપ

મા-બાપ

1 min
34

શું ગુન્હાઓ અમારા કે તે અમને તરછોડ્યા,

શું અપરાધ અમારો તે પેટ ભરીને રોવડાવ્યા.


મા- બાપ છે તારા અમે વિનાકારણે રીબાવ્યા,

શું લાડ ઓછા પડ્યા અમારા તેથી તડપાવ્યા.


પડતો બીમાર તું દીકરા કડવા ઓસડ પીવડાવ્યા,

ના ખામી રાખી તારા જીવનમાં ને હેત વરસાવ્યા.


કરી કાળી મજૂરી અમે સારા સોપાન ચઢાવ્યા,

ના રાખી કચાશ ભણાવવામાં તે ગુણ મેળવ્યા.


શોધી કન્યા તારા માટે તારા વિવાહ કરાવ્યા,

બસ ત્યારથી બદલાઈ ને તે અમને દુભાવ્યા.


આ અમારા ગુન્હાની સજા તે દોષિત બનાવ્યા,

વૃદ્ધાશ્રમની આ કાળ કોટડીમાં તે અમને મોકલ્યા.


ભલે દીકરા રાહ જોઈશું, તે ભલે ઘર છોડાવ્યા,

રાહ જોઈ દીકરા તણી અંતે એણે પ્રાણ ગુમાવ્યા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational