મા - બાપ
મા - બાપ
જીવતા મા-બાપ ને સ્નેહથી સંભાળજો,
ગુમાવ્યા પછી ગીતા સાંભળવાનો શું અર્થ ?
લાડકોડ પુરનાર મા-બાપને સદાય હૈયામાં રાખજો,
પછી દિવાનખંડમાં તસવીર રાખવાનું શું અર્થ ?
સાથે બેસીને જમવાની ઈચ્છા એમની પ્રેમથી પૂરી કરજો,
પછી ગામ આખા ને લાડવા ખવડાવવાનો શું અર્થ ?
સમય કાઢી વૃદ્ધ વડલા પાસે બેસી જજો,
પછી બેસણાંમાં ફોટા સામે બેસવાનો શું અર્થ ?
હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું સુખ આપજો,
પછી ગંગાજળમાં અસ્થી પધરાવવાનો શું અર્થ ?
ઘરમાં બેઠેલા મા-બાપને રૂપી ભગવાનને ઓળખી લેજો,
પછી અડસઠ તીર્થ ફરવાનો શું અર્થ ?
માવતર એ જ મંદિરે એ જ સનાતન સત્ય રાખજો,
પછી રામનામ સત્ય બોલવાનો શું અર્થ ?
